શિક્ષણમંત્રી ડિંડોરનું વિવાદાસ્પદ નિવેદન: "રસ્તાના ખાડા જાતે પૂરો, સરકારને ફોન ન કરો".
શિક્ષણમંત્રી ડિંડોરનું વિવાદાસ્પદ નિવેદન: "રસ્તાના ખાડા જાતે પૂરો, સરકારને ફોન ન કરો".
Published on: 03rd August, 2025

Panchmahal News: વરસાદથી રસ્તા ધોવાયા અને ખાડા પડ્યા, લોકોમાં આક્રોશ. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ગોધરામાં નિવેદન આપ્યું કે રસ્તા પર ખાડા પડે તો સરકારમાં ફોન ન કરવા, પણ પાવડો-તગારો લઈ માટી લાવી જાતે જ પૂરી દેવા. તેમણે નાગરિક ધર્મ નિભાવવાની વાત કરી સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ કર્યો.