બરવાળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-બજરંગ દળની મીટિંગ: તોગડિયા દ્વારા નવરાત્રિમાં શસ્ત્ર પૂજન અભિયાનની જાહેરાત.
બરવાળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-બજરંગ દળની મીટિંગ: તોગડિયા દ્વારા નવરાત્રિમાં શસ્ત્ર પૂજન અભિયાનની જાહેરાત.
Published on: 09th September, 2025

બોટાદના બરવાળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની મીટિંગ યોજાઈ, જેમાં ડૉ. પ્રવિણ તોગડિયાએ નવરાત્રિમાં શસ્ત્ર પૂજન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી. નવરાત્રિ દરમિયાન દરેક ઘરમાં શસ્ત્ર પૂજન કરવાનું આહ્વાન કરાયું. તેમણે નવરાત્રિને ધર્મ રક્ષાની લડતનું પ્રતીક ગણાવ્યું અને ગરબાના આનંદ સાથે તેના મૂળ તત્વને સમજવા પર ભાર મૂક્યો. અંબાજી માતાની સામે શસ્ત્ર પૂજન કરી ધર્મ અને સાંસ્કૃતિક મૂલ્યોની રક્ષા માટે આશીર્વાદ લેવાનું અભિયાન શરૂ કરાયું.