સાળંગપુર હનુમાનજી દાદા: દિવ્ય શણગાર, વૃંદાવનના વાઘા અને 200 KG જામફળનો અન્નકૂટ ધરાવાયો.
સાળંગપુર હનુમાનજી દાદા: દિવ્ય શણગાર, વૃંદાવનના વાઘા અને 200 KG જામફળનો અન્નકૂટ ધરાવાયો.
Published on: 29th November, 2025

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દાદાને દિવ્ય શણગાર કરાયો. વૃંદાવનના વાઘા પહેરાવી 200 KG જામફળનો અન્નકૂટ ધરાવાયો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી દાદાને ચાંદીનો મુકુટ અને વૃંદાવનના વાઘા પહેરાવાયા. સિલ્કના કાપડ પર એમ્બ્રોઇડરી વર્કવાળી ફૂલની ડિઝાઈનવાળા વાઘા હતા. મંગળા આરતી પૂજારી સ્વામીએ કરી, જ્યારે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ કરી. ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી.