કૃષ્ણના જીવન પર આધારિત અદ્ભુત નાટ્ય પ્રસ્તુતિ: "કૃષ્ણ...એક નાટ્ય કથા" યોજાઈ.
કૃષ્ણના જીવન પર આધારિત અદ્ભુત નાટ્ય પ્રસ્તુતિ: "કૃષ્ણ...એક નાટ્ય કથા" યોજાઈ.
Published on: 29th December, 2025

સેન્ટર ફોર એક્સેલન્સ અને માઈક્રોસાઈન દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે "કૃષ્ણ...એક નાટ્ય કથા..."નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પદ્મ વિભૂષણ ડો.સોનલ માનસિંહ દ્વારા ભક્તિ, નાટ્ય, સંગીત અને વાર્તાના સમન્વયથી કૃષ્ણ લીલાઓ રજૂ થઇ. જેમાં કુમારી બ્રિજેશ્વરી કુમારી, પદ્મશ્રી સુધા ચંદ્રન, કલેક્ટર મનીષ બંસલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન નિશીથભાઈ મહેતા અને સંચાલન નેહલબેન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.