કપરાડામાં 400 ફૂટ ઊંચા ડુંગર પર 10 ફૂટ ઊંડો કૂવો બારે માસ પાણીથી છલોછલ: એક અહેવાલ
કપરાડામાં 400 ફૂટ ઊંચા ડુંગર પર 10 ફૂટ ઊંડો કૂવો બારે માસ પાણીથી છલોછલ: એક અહેવાલ
Published on: 03rd August, 2025

કપરાડાના લીખવડ મંદિર નજીક ડુંગરની ટોચ પરનો કૂવો બારેમાસ પાણીથી ભરેલો રહે છે, ઉનાળામાં પણ પાણી ઘટતું નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ કૂવાની ઊંડાઈ માત્ર 10 ફૂટ છે. 400 ફૂટ ઊંચાઈ પર સપાટ જમીન પર ખેતી થાય છે અને માવલી માતાનું સ્થાન છે. કૂવાની ફરતે લાકડાના પાટીયાનું કોર્ડન કરવામાં આવ્યું છે, જેનાથી પાણી શીતળ અને ચોખ્ખું રહે છે, જેનો ઉપયોગ લોકો પીવા માટે કરે છે. Report by Suman Patel, Image by Meet Khandvi.