વિધાનસભા સત્ર પહેલાં ગાંધીનગરમાં રાજકીય ગરમાવો
વિધાનસભા સત્ર પહેલાં ગાંધીનગરમાં રાજકીય ગરમાવો
Published on: 07th September, 2026

ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્ર પૂર્વે ગાંધીનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે સાંજે વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે, જેમાં સત્ર દરમિયાન ગૃહની કામગીરી અને મુદ્દાઓ પર નિર્ણય લેવાશે. સરકાર તેના આશરે 9 જેટલા સરકારી વિધેયકો રજૂ કરશે. બીજી તરફ, બુધવારે ભાજપ ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં સત્ર દરમિયાન સરકારની કામગીરી અને વિપક્ષના પ્રહારો સામે રણનીતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કોંગ્રેસ સત્રના દિવસો વધારવાની માંગ કરી શકે છે.