જિલ્લા ગ્રાન્ટ અંગે નિર્ણય, વર્ષના અંતે બાકી ગ્રાન્ટ સરકારને પરત નહીં કરવી પડે.
જિલ્લા ગ્રાન્ટ અંગે નિર્ણય, વર્ષના અંતે બાકી ગ્રાન્ટ સરકારને પરત નહીં કરવી પડે.
Published on: 25th March, 2026

ગુજરાત સરકારે જિલ્લા વિકાસ ગ્રાન્ટ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે, જિલ્લાઓને ફાળવેલી ગ્રાન્ટ પરત નહીં કરવી પડે. સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે, જેનાથી બાકી ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યો પૂર્ણ થશે. અગાઉ, ગ્રાન્ટ બાકી રહેતી તો સરકારને પરત કરવી પડતી હતી, પરંતુ હવે તે જ રકમથી કામો પૂરા થશે. આ રકમ જિલ્લા વિકાસ અધિકારીના PLA account માં જમા થશે અને બાકી રહેલા કામો પૂર્ણ થશે. આ નિર્ણયથી ગ્રાન્ટની અછત નહીં સર્જાય.