વડોદરામાં રામનવમી શોભાયાત્રા માટે પોલીસ સજ્જ; 6 DCP, 10 SP અને 50 PI હાજર રહેશે.
વડોદરામાં રામનવમી શોભાયાત્રા માટે પોલીસ સજ્જ; 6 DCP, 10 SP અને 50 PI હાજર રહેશે.
Published on: 25th March, 2026

વડોદરામાં રામ નવમી નિમિત્તે શોભાયાત્રાના રૂટને લઈ વિહિપની માંગણી પર પોલીસનો નેગેટિવ રિપોર્ટ રજૂ થયો છે. ફતેપુરા ચાર રસ્તાથી પાંજરીગર મહોલ્લા થઈ કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફના રૂટ પર વિરોધ છે. રૂટ મંજૂરી અંગે પોલીસ નિર્ણય લેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા CPએ મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. શોભાયાત્રાના રૂટ પરના દબાણો VMCએ દૂર કર્યા છે. રૂટ સામે પ્રશ્નાર્થ છે, તૈયારીઓ ચાલુ છે.