'વંદે માતરમ્' વિવાદમાં ઈમરાન ખેડાવાલાના જવાબ પર ભાજપનો પ્રહાર
'વંદે માતરમ્' વિવાદમાં ઈમરાન ખેડાવાલાના જવાબ પર ભાજપનો પ્રહાર
Published on: 09th September, 2026

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતમાં કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પર 'વંદે માતરમ્'ના અપમાનનો આરોપ લાગ્યો છે. ભાજપે આકરા પ્રહારો કરી સ્પષ્ટતા માંગી છે. ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે તેઓ માનપૂર્વક ઊભા રહ્યા અને પછી બેસી ગયા, જે તેમનો અંગત મંતવ્ય છે. તેમના મતે, તેમના ધર્મમાં ખુદાની ઇબાદત કરવાનો હુકમ છે. ભાજપે આ ઘટનાને રાષ્ટ્રગીતનું અપમાન ગણાવ્યું છે અને ધારાસભ્ય પાસેથી તાત્કાલિક માફીની માંગ કરી છે, તેમજ કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવાનું કહ્યું છે.