અમદાવાદના દરિયાપુર જુગારધામ કેસ
અમદાવાદના દરિયાપુર જુગારધામ કેસ
Published on: 09th September, 2026

અમદાવાદના દરિયાપુરના મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર SMCના દરોડા બાદ PCBએ મોટી કાર્યવાહી કરી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને તેના 5 સાગરીતોની ધરપકડ કરી કાયદાકીય છટકબારીનો લાભ ન મળે તે માટે PASA હેઠળ રાજકોટ, વડોદરા, ભુજ અને સુરતની જેલમાં મોકલી દેવાયા છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક PI અને 2 PSIને સસ્પેન્ડ કરાયા છે, જોકે આંતરિક મિલીભગત અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.