વાપીની ફ્રેન્ડ્સ બેકરીના કાઉન્ટરમાં વંદો દેખાતા ગ્રાહકનો આક્રોશ
વાપીની ફ્રેન્ડ્સ બેકરીના કાઉન્ટરમાં વંદો દેખાતા ગ્રાહકનો આક્રોશ
Published on: 09th September, 2026

વાપીના ચલા વિસ્તારમાં આવેલી ફ્રેન્ડ્સ બેકરીના કાઉન્ટરમાં જીવંત વંદો (Cockroach) ફરતો દેખાતા ગ્રાહકે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કર્મચારીએ પગ વડે વંદો કચડી નાંખ્યો, જેનો વીડિયો વાયરલ થયો. આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બેકરીનું ચેકિંગ કર્યું, સેમ્પલો લીધા અને પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ન હોવા સહિતની ક્ષતિઓ જણાઈ. આથી, બેકરી તાત્કાલિક બંધ કરાવી નોટિસ આપવામાં આવી.