ભારત રત્ન 'Prof. C.N.R. Rao'ને મતદાર યાદીમાં નામની ભૂલ બદલ ચૂંટણી પંચની નોટિસ
ભારત રત્ન 'Prof. C.N.R. Rao'ને મતદાર યાદીમાં નામની ભૂલ બદલ ચૂંટણી પંચની નોટિસ
Published on: 09th September, 2026

બેંગલુરુના ભારત રત્ન વિજેતા 92 વર્ષીય વૈજ્ઞાનિક પ્રોફેસર સી.એન.આર. રાવને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મતદારયાદીની સમીક્ષા (SIR) દરમિયાન તેમના નામના સ્પેલિંગમાં 'Proff. C.N.R. Rao' જેવી ભૂલ જણાતાં, તેમને ઓળખ સાબિત કરવા સુનાવણીમાં હાજર રહેવા જણાવાયું છે. જૂની યાદીમાં 'Prof. C.N.R. Rao' હતું, પરંતુ નવી યાદીમાં એક વધારાનો 'f' ઉમેરાયો છે. નામમાં આ તફાવતને કારણે ચૂંટણી તંત્રએ આ કાર્યવાહી કરી છે. પ્રોફેસર રાવ, જેમણે વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે, તેમને નિયમ મુજબ રૂબરૂ હાજર થવા કહેવાયું છે.