APMC ચૂંટણીમાં ભાજપ Vs ભાજપ!
APMC ચૂંટણીમાં ભાજપ Vs ભાજપ!
Published on: 09th September, 2026

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી APMCની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે આજે મતદાન શરૂ થયું છે. લગભગ 15 વર્ષ બાદ ખેડૂતોને મતદાન કરવાનો મોકો મળતા તેમનામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં 533 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં ખાસ રસપ્રદ વાત એ છે કે, ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં છે, જેના કારણે ચૂંટણી વધુ રોમાંચક બની છે. ખેડૂતો ઈચ્છે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના હિતોનું રક્ષણ કરે.