વડોદરામાં રખડતા શ્વાનોના ખસીકરણ-રસીકરણ
વડોદરામાં રખડતા શ્વાનોના ખસીકરણ-રસીકરણ
Published on: 09th September, 2026

વડોદરા શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યાને પહોંચી વળવા, વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની સંખ્યા નિયંત્રિત કરવા અને સ્વાસ્થ્ય સુરક્ષા માટે ખસીકરણ તથા હડકવા વિરોધી રસીકરણની કામગીરી વધુ સંસ્થાઓને સોંપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે. ભારત સરકારના એનિમલ બર્થ કંટ્રોલ (એબીસી) કાર્યક્રમ હેઠળ, શ્વાનોને પકડી, પ્રક્રિયા કરી, તે જ વિસ્તારમાં પરત મૂકવામાં આવે છે. આ કામગીરી માટે હાલમાં બે સંસ્થાઓ લાયક ઠરી છે. હવે, જો એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (એ.ડબલ્યુ.બી.આઈ.) માન્ય અન્ય સંસ્થાઓ પણ રસ દાખવે તો તેમને સમાન ધોરણે કામ સોંપવામાં આવશે.