₹1 કરોડનો પુલ 2 મહિનામાં ધોવાયો, નબળી કામગીરીથી સ્થાનિકોમાં રોષ
₹1 કરોડનો પુલ 2 મહિનામાં ધોવાયો, નબળી કામગીરીથી સ્થાનિકોમાં રોષ
Published on: 09th September, 2026

છોટા ઉદેપુર જિલ્લાના ઇન્દ્રાલ ગામ પાસે ₹1 કરોડના ખર્ચે બનેલો પુલ માત્ર 2 મહિનામાં જ નબળી કામગીરીને કારણે ધોવાઈ ગયો છે. એપ્રોચ રોડ બેસી જતાં પુલની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ભારે વાહનોની અવરજવર રોકી દેવાઈ છે. સ્થાનિકોએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે, જેમાં બાંધકામની સામગ્રી અને ટેકનિકલ ધોરણોની નિષ્પક્ષ તપાસ થાય. આ ઘટનાથી પ્રજાના નાણાંના વ્યય અને તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.