ભાયલીમાં કેનાલ રોડ નજીક ત્રણ દિવસથી પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે
ભાયલીમાં કેનાલ રોડ નજીક ત્રણ દિવસથી પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે
Published on: 09th September, 2026

વડોદરાના ભાયલીમાં નાયરા પેટ્રોલ પંપની સામે કેનાલ રોડ પર ફ્લાયઓવરના થાંભલા પાસે છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી ગટરમાં વહી રહ્યું છે. આ કારણે ૨૪ કલાક પાણી વેડફાઈ રહ્યું છે. અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા હોવા છતાં તંત્રનું ધ્યાન ન જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર સામે કામગીરી પર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે.