સુરત પાલિકાની 52 વર્ષ જૂની નાટ્ય સ્પર્ધામાં આર્થિક લાભ માટે ટિકિટ વેચાણનો નવો પ્રયોગ
સુરત પાલિકાની 52 વર્ષ જૂની નાટ્ય સ્પર્ધામાં આર્થિક લાભ માટે ટિકિટ વેચાણનો નવો પ્રયોગ
Published on: 09th September, 2026

સુરત પાલિકા દ્વારા આયોજિત 52 વર્ષ જૂની સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં આ વર્ષે નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. નાટ્ય સંસ્થાઓને સીધો આર્થિક લાભ મળી રહે તે હેતુથી, કતારગામ ખાતેના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં યોજાનારી સ્પર્ધામાં 600 બેઠકો માટે ₹20ની ઓનલાઈન ટિકિટનું વેચાણ કરાશે. આ ટિકિટ વેચાણથી થતી આવક, ફાઇનલ રાઉન્ડમાં પહોંચનારી 10 નાટ્ય સંસ્થા વચ્ચે સરખા હિસ્સે વહેંચવામાં આવશે, જે નાટ્ય સંસ્થાઓ માટે પ્રોત્સાહક પગલું છે.