વડોદરા કોર્પોરેશન દ્વારા રૂ.9.13 કરોડમાં અત્યાધુનિક ટોયલેટ બનાવવાની યોજનાને મંજૂરી
વડોદરા કોર્પોરેશન દ્વારા રૂ.9.13 કરોડમાં અત્યાધુનિક ટોયલેટ બનાવવાની યોજનાને મંજૂરી
Published on: 09th September, 2026

વડોદરા કોર્પોરેશન શહેરમાં પે એન્ડ યુઝ ધોરણે અત્યાધુનિક ટોયલેટ બનાવવા જઈ રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં કુલ 26 ટોયલેટ બનાવવા માટે રૂ.9.13 કરોડ (જીએસટી સિવાય)ના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, અંદાજિત ખર્ચ કરતાં 7.50 ટકા વધુ રકમ ચુકવવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ, 46 સ્થળોએ કુલ 452 સીટ ધરાવતા ટોયલેટ બનાવવામાં આવશે, જેના માટે પ્રતિ સીટ રૂ.2.50 લાખની રકમ મંજૂર કરાઈ છે.