વડોદરા કોર્પોરેશનમાં પાણીની સમસ્યાની રજૂઆત રોકવા મુદ્દે કોંગ્રેસનો હોબાળો
વડોદરા કોર્પોરેશનમાં પાણીની સમસ્યાની રજૂઆત રોકવા મુદ્દે કોંગ્રેસનો હોબાળો
Published on: 09th October, 2026

વડોદરા શહેરમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા આવેલા નાગરિકો અને કાઉન્સિલરને મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં પ્રવેશતા રોકવા મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરાતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસનાં કાઉન્સિલર દીપા મધુભાઈ શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે, 8 ઓક્ટોબર, 2026ના રોજ નાગરિકો શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે ડિરેક્ટર એન્ક્રોચમેન્ટ એન્ડ સિક્યુરિટી મંગેશ જયસવાલની સૂચના હેઠળ પ્રવેશદ્વાર બંધ કરાયું હતું. તેમણે આદેશ આપનાર અધિકારી અને કાયદાકીય આધાર અંગે સ્પષ્ટતા માંગી છે. સાથે જ, સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા અને 48 કલાકમાં લેખિત સ્પષ્ટતા ન મળ્યે કાયદેસર કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.