રાજકોટમાં "કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે..."ના બેનર લાગતા ભાજપમાં ટેન્શન!
રાજકોટમાં "કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે..."ના બેનર લાગતા ભાજપમાં ટેન્શન!
Published on: 31st July, 2025

ભાનુબેન બાબરીયા (કેબિનેટ મંત્રી)ના મતવિસ્તારમાં અન્યાયની લાગણીથી ત્રંબામાં "ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ગૂમ થયેલ છે"ના બેનર લાગ્યા. ઐતિહાસિક ત્રિવેણી સંગમનો બેઠો પુલ જર્જરિત હોવાથી લોકોએ રજૂઆત કરી છતાં સમારકામ ન થતા રોષ વ્યક્ત કર્યો. ભાનુબેન બાબરીયા ગુમ થયેલ છે અને શોધી આપનારને ઈનામ એવા કટાક્ષ સાથે લોકોનો રોષ.