ભાજપ કોર્પોરેટર દ્વારા ઇજનેર ઓફિસને તાળાબંધી
ભાજપ કોર્પોરેટર દ્વારા ઇજનેર ઓફિસને તાળાબંધી
Published on: 09th October, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહપુર વોર્ડના ભાજપ કોર્પોરેટર જિતેન્દ્ર ચૌહાણે પોતાના વોર્ડમાં ગટર, પાણી અને બજેટના કામોમાં થતા વિલંબ સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે શુક્રવારે દૂધેશ્વર પાણીની ટાંકી પાસે આવેલી આસિસ્ટન્ટ સિટી ઇજનેરની ઓફિસને તાળું મારી દીધું હતું. કોર્પોરેટરનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો છતાં છેલ્લા 6-8 મહિનાથી કામો અધૂરા છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરના રાજીનામાની માંગ કરી છે અને જો કામો નહીં થાય તો અન્ય ઓફિસોને પણ તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે ધારાસભ્ય કૌશિક જૈનને પણ રજૂઆત કરાઈ હોવાનું તેમણે જણાવ્યું.