અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જટિલ ગેસ્ટ્રીક પુલ અપ સર્જરીથી બાળકના જીવનમાં આવ્યો ‘સ્વાદ’
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જટિલ ગેસ્ટ્રીક પુલ અપ સર્જરીથી બાળકના જીવનમાં આવ્યો ‘સ્વાદ’
Published on: 01st December, 2025

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા 15 મહિનાના બાળક હિમાંક્ષ પર ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી સફળતાપૂર્વક કરાઇ. જન્મથી જ અન્નનળીની ખામીથી પીડાતા બાળકને ટ્યુબથી ખોરાક આપવામાં આવતો હતો, પરંતુ હવે તે સામાન્ય બાળકોની જેમ મોઢેથી ખાઈ શકશે. ડોક્ટરોએ દુર્લભ સર્જરીથી નવું જીવન આપ્યું. પરિવારે ડોક્ટરોનો આભાર માન્યો. આ સર્જરી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવી.