પાવાગઢમાં પાર્શ્વનાથ ભગવાનના જન્મ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન.
પાવાગઢમાં પાર્શ્વનાથ ભગવાનના જન્મ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન.
Published on: 16th December, 2025

પાવાગઢ જૈન તીર્થમાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજની નિશ્રામાં યોજાઈ. જેમાં સુરેશ રાજાવત અને સુમિત્રાબેન ભગવાનના માતા-પિતા બન્યા હતા, દીપક રાજાવત અને સંગીતાબેન ઈન્દ્ર ઈન્દ્રાણી બન્યા હતા. પાર્શ્વ પદ્માવતી મહાપૂજનમાં પરમાત્માને સ્થાપિત કરાયા, અઠ્ઠમ તપ કરાયું, ગરબા લેવાયા, અને મંત્રોથી આત્મરક્ષા કરાવાઈ. ત્યારબાદ મહાઆરતી અને શાંતિ કળશ વિધિ કરાઈ.