સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરે સંગીતમય શણગાર: એકાદશી અને સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે દિવ્ય દર્શન.
સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરે સંગીતમય શણગાર: એકાદશી અને સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે દિવ્ય દર્શન.
Published on: 15th December, 2025

સાળંગપુરધામના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે એકાદશી અને 224મા 'શ્રી સ્વામિનારાયણ' મહામંત્ર પ્રાગટ્ય દિને દિવ્ય સંગીતમય શણગાર કરાયો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તબલા, હારમોનિયમ, વીણા, બેંજો, મંજિરા, સિતાર, ગિટાર અને ઢોલ જેવાં વાદ્યોથી દાદાને શણગારાયા. સવારે 5:45 કલાકે શણગાર આરતી થઈ અને મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો.