છ'રી પાલિત સંઘનું પાલિતાણામાં ભવ્ય સ્વાગત: 300 આરાધકો સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે.
છ'રી પાલિત સંઘનું પાલિતાણામાં ભવ્ય સ્વાગત: 300 આરાધકો સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે.
Published on: 15th December, 2025

પંન્યાસ નીતિરત્ન વિજયજી મા.સા.ના 25 વર્ષ અને મુનિ જયગુણરત્ન વિજયજી મા.સા.ના 3 વર્ષના સંયમ નિમિત્તે સોનગઢથી પાલીતાણા છ'રી પાલિત સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંઘમાં 300 જેટલા આરાધકો જોડાયા છે, જેમાં હૈદરાબાદ, બેલગામ અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ સંઘમાં સદગુરુ વંદના, માતૃ પિતૃ વંદના, ગીરી વધામણા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તા.15ના રોજ સંઘ પાલિતાણા પહોંચશે, જ્યાં ભવ્ય સામૈયું થશે અને તા.16ના રોજ ગિરિરાજ ઉપર તીર્થમાળા પહેરવાનો કાર્યક્રમ યોજાશે.