અમીરો માટે મંદિરમાં વિશેષ દર્શન વ્યવસ્થા શા માટે?: સુપ્રીમ કોર્ટનો પ્રશ્ન.
અમીરો માટે મંદિરમાં વિશેષ દર્શન વ્યવસ્થા શા માટે?: સુપ્રીમ કોર્ટનો પ્રશ્ન.
Published on: 16th December, 2025

વૃંદાવનના બાંકે બિહારીજી મંદિરમાં દર્શન વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટે કમિટી અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે દર્શન વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે ભગવાનને આરામ કરવાનો પણ સમય નથી અપાતો, જે તેમનું શોષણ છે. રૂપિયા લઈને અમીર લોકો માટે વિશેષ વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવી રહી છે તેના પર પણ સુપ્રીમે સવાલો ઉઠાવ્યા છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.