મંડે પોઝીટીવ: 21 દિવસનો 'Digital Detox' - કુટેવો છોડાવવા ભુલકા વિહાર સ્કૂલનો અનોખો પ્રયાસ.
મંડે પોઝીટીવ: 21 દિવસનો 'Digital Detox' - કુટેવો છોડાવવા ભુલકા વિહાર સ્કૂલનો અનોખો પ્રયાસ.
Published on: 04th August, 2025

સુરતની ભુલકા વિહાર સ્કૂલે વિદ્યાર્થીઓને મોબાઇલ ગેમિંગ, જંક ફૂડ જેવી કુટેવોથી દૂર રાખવા 'Dopamine Detox' અભિયાન ચલાવ્યું. 900થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ પોતાની કુટેવો લખી, વાલીઓને જાણ કરાઈ અને શિક્ષકોએ વાર્તાઓ દ્વારા સમજણ આપી. પરિણામે ચોંકાવનારું પોઝિટિવ રિઝલ્ટ મળ્યું, જે જાળવવું પડકાર છે. સ્કૂલે વાલીઓ સાથે મળી આ દિશામાં પ્રયાસો ચાલુ રાખ્યા.