1.50 કરોડના MD ડ્રગ્સ કેસમાં બે આરોપીઓને 15 વર્ષની કેદ, ડ્રગ્સ અમદાવાદમાં મોકલવાનું ખુલ્યું.
1.50 કરોડના MD ડ્રગ્સ કેસમાં બે આરોપીઓને 15 વર્ષની કેદ, ડ્રગ્સ અમદાવાદમાં મોકલવાનું ખુલ્યું.
Published on: 28th July, 2025

મુંબઈથી લાવેલા 1.50 કરોડના MD ડ્રગ્સ કેસમાં બે આરોપીઓને કોર્ટે 15 વર્ષની કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. પુરાવાના અભાવે 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા. કોર્ટે નોંધ્યું કે ડ્રગ્સના કારણે યુવાધન બરબાદ થઇ રહ્યું છે, આરોપીઓ સામે દયા ન દાખવી શકાય. ક્રાઇમ બ્રાન્ચે 1.50 કિલો MD ડ્રગ્સ કબજે કર્યું હતું, જે અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્રમાં મોકલવાનું હતું. Income Tax વિભાગને જાણ કરવાનો આદેશ કરાયો છે.