પાંથાવાડામાં સ્વિફ્ટ કારમાંથી રૂ. 1.07 લાખની બિયર સાથે બે આરોપી ઝડપાયા: દારૂની હેરાફેરીનો પર્દાફાશ.
પાંથાવાડામાં સ્વિફ્ટ કારમાંથી રૂ. 1.07 લાખની બિયર સાથે બે આરોપી ઝડપાયા: દારૂની હેરાફેરીનો પર્દાફાશ.
Published on: 28th July, 2025

બનાસકાંઠા પોલીસે દારૂ-જુગાર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી. પાંથાવાડામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા વકતાપુરા સીમમાંથી સ્વિફ્ટ કાર ઝડપી, જેમાં રૂ. 1,07,217ની કિંમતની 456 Foreign Beer ટીન મળી આવી. પોલીસે કાર સહિત કુલ રૂ. 4,32,217નો મુદ્દામાલ જપ્ત કર્યો અને વિક્રમજી સોલંકી, સંજયભાઈ પરમાર નામના બે આરોપીની ધરપકડ કરી, જ્યારે સુખદેવસિંહ પરમાર ફરાર હતો. પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.