Sayla: લાલજી મહારાજની જગ્યા મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.
Sayla: લાલજી મહારાજની જગ્યા મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.
Published on: 11th July, 2025

ભગતના ગામ Saylaમાં 200 વર્ષ જૂના લાલજી મહારાજની જગ્યા મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે સેવકો ઉમટ્યા. ગુજરાત અને દેશ-વિદેશથી આવેલા ભાવિકોએ ગુરૂગાદીના દર્શન કર્યા. રાત્રે ભજન મંડળીઓની રમઝટ સાથે ધર્મમય માહોલ છવાયો હતો. ગુરુપૂનમે હજારો દર્શનાર્થી પહોંચતા મંદિર પરિસરમાં મેળો ભરાયો હતો. દુર્ગાદાસજી મહારાજે આશિર્વચન પાઠવ્યા હતા. ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો.