આવતા મહિને આફ્રિકાથી ચિત્તા લાવવાની તૈયારી: બન્નીમાં નવું રહેઠાણ, શિકાર માટે ચિત્તલ-કાળિયાર ઉછેર.
આવતા મહિને આફ્રિકાથી ચિત્તા લાવવાની તૈયારી: બન્નીમાં નવું રહેઠાણ, શિકાર માટે ચિત્તલ-કાળિયાર ઉછેર.
Published on: 28th July, 2025

કચ્છમાં આફ્રિકાથી ચિત્તા લાવીને વસાવવાની તૈયારી છે, જે 78 વર્ષ બાદ ગુજરાતમાં પુનરાગમન થશે. બન્નીના ઘાસિયા મેદાનમાં 600 હેક્ટરમાં રહેઠાણ તૈયાર થઈ રહ્યું છે, જેમાં ચિત્તલ અને કાળિયારનો ઉછેર કરાયો છે. કેન્દ્ર સરકારે રૂ. 14.70 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, જેનાથી હેબિટાટ સુધારણા, ક્વોરન્ટાઇન બોમા, વેટરનરી હોસ્પિટલ જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે. 8 થી 10 નર અને માદા ચિત્તા લાવવામાં આવશે.