ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ, તાબડતોડ NDRF-SDRFની ટીમોને તૈનાત કરાઈ
ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ, તાબડતોડ NDRF-SDRFની ટીમોને તૈનાત કરાઈ
Published on: 14th September, 2026

ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે NDRF અને SDRF ની કુલ 9 ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરત, વલસાડ અને વડોદરા જેવા જિલ્લાઓમાં NDRF ની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ટીમો કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે તૈયાર રહેશે.