પંચમહાલના મોરવા હડફના હડફ ડેમના 3 ગેટ ખોલાયા
પંચમહાલના મોરવા હડફના હડફ ડેમના 3 ગેટ ખોલાયા
Published on: 14th September, 2026

પંચમહાલના મોરવા હડફ વિસ્તારમાં સતત વરસાદને કારણે હડફ ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે. ડેમની જળસપાટી નિર્ધારિત રૂલ લેવલ 166.20 મીટરની નજીક પહોંચતા, તંત્રએ ડેમના 3 ગેટ 4 ફૂટ ખોલીને 16,368 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડ્યું છે. કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે હાલ 16,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ રહી છે. જો જરૂર જણાશે તો 25,000 ક્યુસેક સુધી પાણી છોડી શકાય છે, તેથી હેઠવાસના ગામોને સાવચેત કરાયા છે.