ભરૂચમાં ભારે વરસાદ વચ્ચે એપાર્ટમેન્ટના પાર્કિગની દિવાલ તૂટી
ભરૂચમાં ભારે વરસાદ વચ્ચે એપાર્ટમેન્ટના પાર્કિગની દિવાલ તૂટી
Published on: 14th September, 2026

ભરૂચમાં ધોધમાર વરસાદને કારણે આંગન એપાર્ટમેન્ટના પાર્કિંગની દિવાલ ધરાશાયી થતાં 7-8 ગાડીઓ કાંસમાં પડી ગઈ હતી. આ ઘટનાને પગલે કસક વિસ્તારમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. નગરપાલિકાના અધિકારીઓ અને ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી ક્રેનની મદદથી વાહનોને બહાર કાઢવાનું શરૂ કર્યું. જિલ્લામાં અન્યત્ર પણ ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે અને વાહનવ્યવહારને અસર થઈ છે.