અમદાવાદ રિવરફ્રન્ટ પર દર્દનાક અકસ્માત
અમદાવાદ રિવરફ્રન્ટ પર દર્દનાક અકસ્માત
Published on: 14th September, 2026

અમદાવાદના રિવરફ્રન્ટ પશ્ચિમ રોડ પર વરસાદને કારણે ભીના થયેલા રસ્તા પર મોટરસાયકલ સ્લીપ થતાં ગંભીર અકસ્માત સર્જાયો. સાબરમતી ICD ડેપોથી ફરજ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા બે રેલવે કર્મચારી આ અકસ્માતનો ભોગ બન્યા. જેમાં બાઈકચાલક કર્મચારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું, જ્યારે પાછળ બેઠેલા અન્ય કર્મચારી ઈજાગ્રસ્ત થયા. એલિસબ્રિજ નીચે ફૂટપાથ સાથે બાઈક અથડાતા અકસ્માત થયો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.