વડોદરામાં ભાદરવાના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
વડોદરામાં ભાદરવાના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Published on: 14th September, 2026

ભાદરવાના પ્રારંભ સાથે જ ગુજરાતમાં મેઘમહેર યથાવત્ છે, જેના પગલે રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. વડોદરા શહેરમાં વહેલી સવારે 2.5 ઇંચ વરસાદ થતાં અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. વાઘોડિયા રોડ, રાવપુરા રોડ, ચાર દરવાજા અને આજવા રોડ સહિતના વિસ્તારોમાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્માર્ટ સિટીના વિકાસ વચ્ચે પણ પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા યથાવત્ રહી છે, જે તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરે છે.