આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ
આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ
Published on: 14th September, 2026

આણંદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. બોરસદ શહેરમાં માત્ર 2 કલાકમાં 4.7 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેનાથી નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી પર પ્રશ્નાર્થ સર્જાયો છે. પેટલાદ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જોકે, તારાપુર, ખંભાત અને ભાલ પંથકના ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે, ખાસ કરીને 40 દિવસના વિરામ બાદ થયેલા વરસાદથી ડાંગરના પાકને નવું જીવનદાન મળ્યું છે.