અમદાવાદમાં મેઘરાજાનું કહેર
અમદાવાદમાં મેઘરાજાનું કહેર
Published on: 14th September, 2026

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને નિકોલ, મકરબા અને વેજલપુર જેવા વિસ્તારોમાં ઘરો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. નિકોલમાં ગટર લાઈન ઉભરાતા અને વરસાદી પાણીના નિકાલના અભાવે સુવાશ, શાંતિવન, તક્ષશિલા જેવી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોની દૈનિક અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. મકરબા-વેજલપુર રોડ પર પણ ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિકો તંત્ર સામે રોષ ઠાલવી કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.