ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય
Published on: 14th September, 2026

ગુજરાતમાં એકસાથે ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં સુરત, ભરૂચ, નવસારી, દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. રાજ્યના અન્ય ભાગો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં કપરાડામાં સૌથી વધુ 4.45 ઈંચ વરસાદ પડ્યો છે.