ઓરેન્જ એલર્ટ વચ્ચે સુરતમાં જામ્યો વરસાદી માહોલ!
ઓરેન્જ એલર્ટ વચ્ચે સુરતમાં જામ્યો વરસાદી માહોલ!
Published on: 14th September, 2026

છેલ્લા એક મહિનાના લાંબા વિરામ બાદ સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ સમગ્ર શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અઠવાલાઇન, વરાછા, કતારગામ સહિતના વિસ્તારો ભીંજાયા છે. આ વરસાદ બફારાથી રાહત આપી રહ્યો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર છે.