US વિરુદ્ધ ષડયંત્ર: ચીનની વિક્ટ્રી પરેડમાં જિનપિંગ, પુતિન અને કિમ જોંગને જોઇ ટ્રમ્પ બોખલાયા!
US વિરુદ્ધ ષડયંત્ર: ચીનની વિક્ટ્રી પરેડમાં જિનપિંગ, પુતિન અને કિમ જોંગને જોઇ ટ્રમ્પ બોખલાયા!
Published on: 03rd September, 2025

ચીન-રશિયાની મિત્રતામાં ઉત્તર કોરિયાનો ઉમેરો થતા ટ્રમ્પને મરચાં લાગ્યા. ચીને બીજિંગના થિયાનમેન ચોક પર સૈનિક શક્તિ દર્શાવવા માટે દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખોને આમંત્રણ આપ્યું હતું. જેમાં પુતિન અને કિમ જોંગ ઉન હાજર રહ્યા. ટ્રમ્પે ચીન, રશિયા અને ઉત્તર કોરિયા પર US વિરુદ્ધ સાજિશ રચવાનો આરોપ મૂક્યો. ચીને બીજા વિશ્વયુદ્ધમાં જાપાન પર મળેલી જીતની વર્ષગાંઠની ઉજવણી કરી. પરેડમાં હજારો સૈનિકો અને હથિયારોનું પ્રદર્શન થયું.