ભારત-પાક બોર્ડર પર જળબંબાકાર: વાવ, થરાદ અને સુઇગામમાં વિનાશ, ઘરોમાં પાણી; દિવ્ય ભાસ્કરના કેમેરામાં તબાહી કેદ.
ભારત-પાક બોર્ડર પર જળબંબાકાર: વાવ, થરાદ અને સુઇગામમાં વિનાશ, ઘરોમાં પાણી; દિવ્ય ભાસ્કરના કેમેરામાં તબાહી કેદ.
Published on: 09th September, 2025

બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઇગામમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે, ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે સુઇગામની હાલત ખરાબ છે, જ્યાં દિવ્ય ભાસ્કરની ટીમે પહોંચવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યા. ચરાડામાં ઘરોમાં પાણી ભરાયા, લોકો રાત્રે ઘર છોડવા મજબુર થયા, પશુઓના મોત થયા. સ્થાનિકોએ સરકાર પાસે મદદની અપીલ કરી છે, કારણ કે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પરિસ્થિતિ સામાન્ય થતા બે દિવસ લાગશે.