ટીબી મુક્ત ભારત અભિયાન: ફતેપુરામાં મોબાઇલ એક્સ-રે વાન દ્વારા 100 શંકાસ્પદ દર્દીઓની તપાસ.
ટીબી મુક્ત ભારત અભિયાન: ફતેપુરામાં મોબાઇલ એક્સ-રે વાન દ્વારા 100 શંકાસ્પદ દર્દીઓની તપાસ.
Published on: 04th August, 2025

દાહોદના ફતેપુરા તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત, સાગડાપાડા PHC ખાતે મોબાઇલ એક્સ-રે વાન દ્વારા 100 શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી. દર્દીઓના વજન, ઉંચાઈ, બીપી અને ડાયાબિટીસની પણ તપાસ થઇ. ટીબીના દર્દીઓને દવા ચાલુ રહે ત્યાં સુધી દર મહિને ₹1000 પોષણ સહાય આપવામાં આવે છે. મેડિકલ ઓફિસર અને આરોગ્ય કાર્યકરોએ સક્રિય ભૂમિકા ભજવી.