માધવપુરના આરોગ્ય કેન્દ્રમાં ECG મશીન નથી, 25 ગામના દર્દીઓને પોરબંદર ધક્કા ખાવા પડે છે.
માધવપુરના આરોગ્ય કેન્દ્રમાં ECG મશીન નથી, 25 ગામના દર્દીઓને પોરબંદર ધક્કા ખાવા પડે છે.
Published on: 30th July, 2025

પોરબંદરના ઘેડ પંથકના 25 ગામના લોકો માધવપુરના આરોગ્ય કેન્દ્ર પર આધાર રાખે છે, પરંતુ ત્યાં ECG મશીન નથી. હૃદયરોગના દર્દીઓને 60 કિમી દૂર પોરબંદર જવું પડે છે. વર્ષોથી ECG મશીન ઉપલબ્ધ નથી. હાલમાં રોજ 350 થી 400 OPD છે જેમાં એન.સી.ડી. વિભાગના પણ દર્દીઓ હોય છે, સાથે એમ.ડી. ડોકટર પણ નથી.