Jambusar: ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ, દર્દીઓને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરાયું.
Jambusar: ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ, દર્દીઓને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરાયું.
Published on: 06th August, 2025

જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લીધી. આ વિઝીટ દરમિયાન હોસ્પિટલની વ્યવસ્થા, સાફસફાઈ અને દર્દીઓને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ધારાસભ્યએ દર્દીઓના ભોજનની ગુણવત્તા ચકાસી અને તેમની સાથે વાતચીત કરી સારવાર અંગે અભિપ્રાય લીધો. આ વિઝીટનો હેતુ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.