સર ટી. હોસ્પિટલમાં 700 ગ્રામની જટિલ થાઇરોઇડ ગાંઠની સફળ સર્જરી
સર ટી. હોસ્પિટલમાં 700 ગ્રામની જટિલ થાઇરોઇડ ગાંઠની સફળ સર્જરી
Published on: 04th June, 2026

ભાવનગર સર. ટી. હોસ્પિટલમાં મેડિકલ ક્ષેત્રે ફરી એકવાર જટિલ સર્જરી કરવામાં આવી છે. કાન, નાક અને ગળા વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે ઉત્તરપ્રદેશની એક આધેડ મહિલાના ગળામાંથી 700 ગ્રામની અત્યંત જટિલ અને જોખમી થાઇરોઇડ ગાંઠનું સફળ ઓપરેશન કર્યું છે. આશરે ત્રણ કલાક ચાલેલી આ સર્જરીમાં, 11 બાય 10 સેન્ટીમીટરની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી, જેનાથી દર્દીને નવજીવન મળ્યું છે. આ case માં થાઇરોઇડ ગાંઠની કોલોઈડ ગોઇટર ની ખામી હતી.