ઓક્સિજન પાર્કનું નિર્માણ: 42 હેક્ટરમાં 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
ઓક્સિજન પાર્કનું નિર્માણ: 42 હેક્ટરમાં 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
Published on: 03rd December, 2025

સુરેન્દ્રનગરમાં 42 હેક્ટર જમીનમાં 1 લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરાશે. આ જગ્યા પર ઓક્સિજન પાર્ક પણ બનશે. શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી 10 વર્ષમાં જ જંગલ તૈયાર થઇ જાય છે, જેમાં જમીનમાં જૈવિક કચરો ઉમેરવામાં આવે છે. એક પરિપક્વ વૃક્ષ 1 દિવસમાં 180-200 લીટર ઓક્સિજન આપે છે.