મોરબીમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પ: 300થી વધુ લોકોએ લાભ લીધો.
મોરબીમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પ: 300થી વધુ લોકોએ લાભ લીધો.
Published on: 01st December, 2025

મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા કન્યા છાત્રાલય ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં 300થી વધુ લોકોની તપાસ થઈ. આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી અને દર્દીઓને મેડિકલ ચેકઅપ તથા રિપોર્ટ આપ્યા. કાજલબેન આદરોજાએ જણાવ્યું કે આ ગ્રુપ સમાજના વિકાસ માટે પ્રયત્નશીલ છે અને મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે તેમજ સમાજને તંદુરસ્ત રાખવા આ કેમ્પનું આયોજન કરાયું હતું.