માતાના મઢ નવરાત્રી મહોત્સવ: 480 પોલીસ, 160 બસો અને વ્યવસ્થા ગોઠવાઈ, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.
માતાના મઢ નવરાત્રી મહોત્સવ: 480 પોલીસ, 160 બસો અને વ્યવસ્થા ગોઠવાઈ, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.
Published on: 07th September, 2025

22 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવરાત્રી મહોત્સવ માટે માતાના મઢ ખાતે બેઠક યોજાઈ. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત, જેમાં 2 DYSP, 6 PI, 31 PSI, 480 પોલીસકર્મીઓ અને હોમગાર્ડ તૈનાત રહેશે. સફાઈ, આરોગ્ય સેવાઓ, CCTV કેમેરા, ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની સુવિધા GMDC દ્વારા પૂરી પડાશે. યાત્રાળુઓ માટે ST વિભાગ 160 બસોની વ્યવસ્થા કરશે.