ગુજરાતમાં સગર્ભા મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું: 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા.
ગુજરાતમાં સગર્ભા મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું: 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા.
Published on: 01st December, 2025

સગર્ભા મહિલાઓમાં AIDS ના કેસ વધ્યા, છેલ્લા પાંચ વર્ષમાં ૨૪૭૩ કેસ નોંધાયા. HIV વાઇરસથી સંક્રમિત AIDS ના 90 હજાર દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર એમ 6 જિલ્લાને હાઇ પ્રાયોરિટી હેઠળ મૂકવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં 261 આઇ.સી.ટી.સી. અને 2466 એફ.આઇ.સી.ટી.સી.માં એચઆઇવીની નિઃશુલ્ક પરામર્શ અને તપાસની સુવિધા ઉપલબ્ધ છે.